Best Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar

તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ
જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને
ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય..

🌻 સફરતા નું રહસ્ય એ🌻 છ કે ,
તમારા લક્ષને🎋 હમેશા તમારી નજર 👉🏻સમક્ષ રાખો …

યુદ્ધમાં જઈને લડવું તે મોટી પાપકારક ચીજ નથી,
પણ વાસ્તવમાં પાપ તો આપણા સમાજની વાતોમાં છે,
કે જેમાંથી યુદ્ધ થાય છે.

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
સુપ્રભાત

❛જે પોતાની જાતને ગરીબ માને છે
તે જ લોકો ગરીબ છે,
હકીકતમાં ગરીબી પોતાને
ગરીબ માનવામા જ છે.❜

જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા,
તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો.
તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.

એવા મિત્રો બીજા કોઈપણ કરતાં દિલની
વધુ નજીક રહી શકતાં હોય છે અને રહેવાં
જ જોઈએ કેમ કે દોસ્તો વગરની જિંદગી અધુરી છે.

સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી
પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે.

વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.

શભેળા શવતા યશલે ાથી ઄નેખળુ નભુ ા યશલે ાથી,
પ્રાથથના કયતા ઩ણ લધાયે જલ્દી
ઇશ્વયની નજીક ઩શોચામ છે.

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી

જીવન મા બીજા કરતા
મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,

કેમકે મકાન કરતા
મહેલ ચણવામાં વાર લાગે છે.

ચા હતનાપડદામાં જો
નફરત થઈ શકે છે..!!

તો નફરતના પડદામાં
ચાહત પણ થઈ શકે છે..!!

જો કોઈ જુદું થઈ જાય છે
તમને પોતાનો સમજીને..!!

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..
અને
જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!

મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે, એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે..
જેનું નામ છે આત્મબળ..!

જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે…. !!

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???
પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….???

હંમેશા યાદ રાખજો
ભુતકાળ માં આંટો મરાય…
રહેવાય નહીં…

શાંતિ ની ઈચ્છા હોય તો….
પહેલા ઈચ્છા ને શાંત કરી દો..!!

ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય,
ગીનીસ બુક માં નોંધાવવાની ના હોય !!

કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો…
કારણ કે, મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે….!!!

કોઇને આપી શકાય તેવી
શ્રેષ્ઠ ભેટ છે….
તેમની જરૂરિયાત પર આપણી હાજરી…

માનવી બહુ સ્વાથિઁ છે…
પસંદ કરે તો…
અવગુણ જોતો નથી…. અને
નફરત કરે તો…
ગુણ જોતો નથી….

ભૂલો સુધારી રિહર્સલ કરીએ ત્યાં
સ્કિપ્ટ બદલાઇ જાય એનું
નામ જ જીંદગી…

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહી પરંતુ
આપણું કરેલું નોંધાય છે..!!
જીવનમાંપસ્તાવોકરવાનું
છોડોસાહેબ
કંઈકએવુંકરોકેતમને_
છોડનારાપસ્તાય

તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો…….
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો……

જો તમારા મીઠા બે શબ્દથી….
કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
એ રક્તદાન બરાબર જ છે…
હસતાં રહો હસાવતાં રહો
પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો

જો હારવાથી
બીક લાગતી હોય,_
તો
જીતવાની ઇચ્છા
ક્યારેય ના રાખતા….

જીંદગીમાં જે
પર્વત ઉપાડીને
ચાલી રહ્યા છો ને…..
એ ઉપાડવાના નહોતા…..
માત્ર ઓળંગવાના હતા..!!

વરસાદના છાંટા🌨️ શીખવે છે કે જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે

જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો..!

દરેક ના જીવન માં રોજ સાવરે ભગવાન બે વિકલ્પ આપે છે..!!
૧. સુતા રહો અને તમને ગમતા સપના જોવો
૨. જાગો અને તમને ગમતા સપના પુરા કરો

અશક્ય ભલે કંઈ ન હોય
પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.

આશાવાદ એવો માર્ગ છે,
જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.

આંખો નહીં ધરાવનાર કરતાં
પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.

સાચા દિલથી કરેલી
પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.

ઇચ્છા ત્યારે જ ફળ આપે છે
જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.

જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે
કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!
શુભ સવાર જય માતાજી

સાચા અંતરના આશિર્વાદ
માગવા કરતા મળે એ સાચા.

અસત્યનો આશરો લઈને
સત્યની શોધ કરવી શક્ય નથી.

અનુભવ વગરનું કોરું
શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.

અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,
મનથી જો મહેમાન થવાય ને,
તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.

મુશ્કેલ સમયમાં સાથ
આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું !

વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,
દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે..!!

જે લોકોને પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે !!

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ !!

“કડવું સત્ય”
ભગવાન ત્યારે જ યાદ આવે,
જ્યારે તમારાથી કઈ ના થાય…
શુભ સવાર
જય માતાજી

કૂંડામાં રહીને વટ(વડ) વૃક્ષ ના બની શકાય,
મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે…..
શુભ સવાર
જય માતાજી

V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે…
શુભ સવાર
જય માતાજી

ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની…
શુભ સવાર
જય માતાજી

Read More:  Gujarati Tahuko

લોકો કહે છે કે,“પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી
કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો…”
શુભ સવાર
જય માતાજી

સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો…
શુભ સવાર
જય માતાજી

પાણી, પૈસા અને પ્રેમ .. વ્હાલ, વરસાદ અને વિચાર ..
સમયસર આવે તો જ કામના હો ..
શુભ સવાર જય માતાજી

ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી,
એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે !!
શુભ સવાર જય માતાજી

જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો,
દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું !!
શુભ સવાર જય માતાજી

સભ્યતાના લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે !!
શુભ સવાર
જય માતાજી

કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી…. શુભ સવાર

પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે..
વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે..

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે….

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય,
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….

માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે..
પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે..

દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ
ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ.

નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે…
પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે …

જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ.
જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.
જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,
કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

ક્યાંક તો આપણી જરૂર હશે દુનિયામાં..
ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની..
જીંદગી શીખવે તે શીખી લેવાય..
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..?

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય,
તેને તોડીએ નહીં તો સારું કેમ કે,
પાણી ગમે તેટલું ડોળુ હોય
એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,
પણ આગ તો ઓલવી જ શકાય.

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો !!
સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.
ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

શણગાર તો શરીર ને હોય સાહેબ…
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…!!

નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ
ખરાબ નહીં થાય… બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે..!

શિક્ષણ તો શાળા કોલેજ
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર
તો પરિવાર માંથી જ આવે છે.
જીવન નો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજા ની સાથે સરખાવો
નહીં, કેમ કે આજે માનવી પોતાના દુ:ખ થી
જેટલો દુઃખી નથી, તેના કરતાં
વધારે બીજાના સુખથી દુઃખી થાય છે

દુ:ખ આવ્યું છે અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ જિંદગી

લાઈફને એટલી Seriously ન લો કે,
જીવવાની હળવાશ જ મેહસુસ ન થાય

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર

જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,

અમુક નીકળે છે સાચું સોનું
તો અમુકના પાણી મપાય જાય છે

શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત

એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,
બધું બધાને નથી મળતું

તકલીફ બંને છેડે સરખી જ છે,
માણસને ઇશ્વર નથી મળતો,
ને ઈશ્વરને માણસ

જ્યારે તમારો સમય ખરાબ હોય છે,
ત્યારે લોકો તમારો હાથ નહીં,
ભૂલો પકડતા હોય છે

જ્યારે તમારો સમય ખરાબ હોય છે
ત્યારે લોકો તમારો હાથ નહીં,
ભૂલો પકડતા હોય છે

જીવનમાં ઘણી ખારાશ ગટગટાવવી પડે છે,
એમને એમ દરિયાદિલ ના થવાય

જિંદગીનો સ્વાદ કંઈક એવો થઈ ગયો છે કે,
પ્રોબ્લમ વગરનો દિવસ
મીઠા વગરના શાક જેવો લાગે છે

જિંદગીની સફરમાં એટલું જ શીખ્યો છું,
કે સાથ કોઈક જ આપે છે પણ,
ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે

જિંદગી ત્યારે સારી લાગે છે,
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ

હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,
મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે.

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

આંખે ખુલી જબ પહલી દફા તેરા હી ચેહરા દિખા,
જિંદગી કા હર લમ્હા જીના તુજસે હી સીખા “મા”.

સાહેબ, આ દુનિયામાં વગર સ્વાર્થે જો આપણે કોઈ પ્રેમ કરતુ હોય ને
તો એ આપણી “મા” છે.

જીવન માં મળવા માટે તો લાખો લોકો મળી જાય છે,
પણ “માઁ” જેવું ફરી કોઈ નથી મળતું.

એક માતા સો (100) શિક્ષકોની ગરજ સારે છે.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ.

પ્રેમ, વાત્સલ્ય અને સમર્પણની મૂર્તિ એટલે “મા”

હું જે કઈ પણ છું અથવા હોવાની આશા રાખું છું,
તેનો શ્રેય ફક્ત મારી મા ને જ જાય છે.

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું. – કવિ દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો.

શૈશવ ના અતીતના દ્રશ્યો ની યાદી છે મા
અખ્ખલિત વહેતા પ્રેમ નું ઝરણું છે મા

જીવન ની સુરીલા સ્વરોની સરવાણી છે મા
જીવન નાં સોનેરી શમણાં ઑ ને સંવારે છે મા

દિપક નહી ઍક જ્યોત માંગુ છુ
સાગાર નહી ઍક ટીપુ માંગુ છુ
હૂ જિંદગી ના અંતિમ સ્વાસ સુધી
તમારો પ્રેમ માંગુ છુ

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છુ
તુ જો આવી ની મને સજીવન કરે તો
હૂ રોજ લાશ બનવા તૈયાર છુ

પ્રેમ ના ખાલી વખાણ હોય વ્હાલા
એના ક્યાય લખાણ ના હોય

પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ
આ દિલ મારું બે-પાંચ ટકા તો સલામત જોઈએ

સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..

કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,
પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, જે મોત ની સાથે પણ નથી મરતો,

તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે,
સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.

જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…
વિરોધી હંમેશા મજબુત રાખવા…

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….
કોઇનો પસાર થતો નથી…
તો, કોઇ પાસે હોતો નથી…

આંસુ પાડશો તો દયા મળશે..
પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે…

“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.

છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!

_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ
એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…

માન હોય ત્યાં પગ મુકજો સાહેબ
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ
કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.

જાત સાથે સેટિંગ કરવુ,
અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ,
અઘરૂ છે.
બીજાથી ભલે હો રૂબરૂ,
સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવુ,
અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય,
ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ,
અઘરૂ છે.
આજકાલ જમાનો છે,
મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ,
અઘરૂ છે……..

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???
પણ એ કોઇ દિવસ નથી વિચારતો …..
કે પોતે માણસ છે કે નહિ.

દિલ દરિયા જેવડું રાખજો,
નદીઓ સામેથી મળવા આવશે.
ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનો
બધુ ‘ભેગુ’ કરે છે…
ફક્ત ‘ખાલી’ હાથ જવા માટે

એક અક્ષર લખવા માટે
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો… વ્હાલા
આ તો “જીવન” છે.

ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો……

ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ…………મજા નથી આવતી,
અને
ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

“જીદગી’ નું દરેક ડગલું પુરી
‘તૈયારી’અને,’આત્મવિશ્વાસ’સાથે ભરો
કારણકે જયાં આપણી હાજરી નથી હોતી,
ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!

માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
ખુશીને ખરીદી નથી શકતો.

કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!

મન માં પવિત્રતા અને પાયા માં નીતી
હશે તો. જીવન માં પરિક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે.

જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે,
જેને વિકાસ કરવો છે, તેની પાસે પોતાનું લક્ષ્ય છે.

અભિમાનથી માનવી
ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.

સારા દેખાવું સહેલું છે
પણ સારા બનવું કઠીન છે.

અનુભવ જ્ઞાનનો પિતા છે
અને યાદશક્તિ તેની માતા.

અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે,
જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.

સેવકને પોતાનું રહસ્ય જણાવવું
તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.

અપવિત્ર કલ્પના પણ એટલી
જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.

સાદાઈ, સંયમ અને સંતોષ
હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે

સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા,
કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે !!

શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ,
પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે !!

ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા,
કે પછી કહેવા માટે #Sorry પણ ઓછું પડે !!

કિનારે ઉભા રહી પાણી જોવાથી,
ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!

સ્વાભિમાન કદી મરતું નથી,
અને અભિમાન લાંબુ જીવતું નથી !!

સમજણ વગરની સુંદરતા,
રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે !!

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,
જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!

દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે !!

તે સમય ખુશી કહેવામાં આવે છે,
જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોય !!

ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે

દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.

બહુજ તેજ દિમાગ જોઇએ
ભૂલો ગોતવા માટે
પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે
ભૂલ કાબુલ કરવા માટે

કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી જીતી બતાવો
તે મહત્વનું છે.

કૈક અલગ કરવું હોય તો
ભીડ થી થોડા દુર જઈને ચાલો,

ભીડ તમને સાહસ તો આપશે
પણ તમારી ઓળખાણ નઈ આપે.?

એક અક્ષર લખવા માટે
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો… વ્હાલા
આ તો “જીવન” છે.

વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….

છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી.. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી

મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે… ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી🚩

કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

જે જતું કરી શકે,,,
એ લગભગ બધું જ કરી શકે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

કોઈની ભૂલ હોય તો
શુભચિંતક બની કાનમાં કહેજો,,,
ગામમાં નહીં…. ✨🙏
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

ઝિંદગી એક સાગર છે…!!
દોસ્ત એની લહેર છે…!!
અને……..!!
દિલ એનો કિનારો છે…!!
જરૂરી એ નથી કે…!!
સાગર માં કેટલી લહેરો આવે છે…!!
જરૂરી એ છે કે…!!
કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે…!!

કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય,
તો સહન કરી લેજો,
કારણકે મોતી જો, કચરામાં પડી જાય,
તો પણ એ કિંમતી જ રહે છે…

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહી પરંતુઆપણું કરેલું નોંધાય છે..!!
જીવનમાં પસ્તાવો કરવાનું છોડો સાહેબ કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.

જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે..!!
જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!!
બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય.

જ્યારે પણ કોઈને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય છે..
કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી..
જેનું મન મસ્ત છે એની પાસે બધું જ છે..

જિંદગી મળવી એ નસીબની વાત છે..
મૃત્યુ મળવું એ સમયની વાત છે..પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું..
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે..

વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં હાથ ધોવા અપાય છે.!!!!

સબંધ વટ કરવાથી નહીં,
વાત કરવાથી સચવાય છે… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,
સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

“જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે”
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

જે સાથે હોય છે એ સમજતા નથી..
અને જે સમજે છે એ સાથે હોતા નથી..

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી
ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી…

ધારેલા પૈસા કમાઈ લો, તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ,
ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય..!!!!

દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ .
બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે .

જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય
અને વિચાર્યું પણ ના હોય…અને મળી જાય એનું નામ સુખ..

આકાશમા નજર આવતા તારા ગણવા આસાન છે,
પરંતું સાથે રહેતા કોણ-કોણ આપણા છે તે ગણવા મુશ્કેલ છે.
બહારથી દેખાય તેં ફક્ત ઝલક હોય છે સાહેબ,
પણ અંદર થી દરેક વ્યક્તિ અલગ હોય છે.

જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે !!

જિંદગી માણસ ને,
_ચાન્સ તો આપે જ છેપણ માણસ ને તો જિંદગી પાસે થી,
ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે.

આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો,
પણ આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?

“વાંણી” જ એકમાત્ર એવી વસ્તુ છે,
જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.
બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,
તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.
જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,
આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.

બંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે,
એ સિવાયના બધા જ સુખ અલ્પવિરામ છે !! ✨
શુભ સવાર ❤️
🙏જય માતાજી 🙏

અજવાળામાં એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી !! 😍
શુભ સવાર ❤️
🙏જય માતાજી 🙏

માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે !!
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏

વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે… 🙋‍♂️
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏

મહત્વનું એ નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું છે કે તમે કઈ ઉંમર ના વિચાર રાખો છો.

સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો
ત્યારે ખશી થાય અફસોસ નહીં!
હમેશાં મહેનત કરતાં રહો, કાં તો જીત મળશે,
કાં તો જીતવાની રીત મળશે.
તમને સમજવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે..
જે તમારી સાથે લાગણીથી જોડાયેલ હશે..!!

નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત
રાખવી સહેલી છે. પરંતુ સફળતા
મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ
મુશ્કેલ હોય છે.

પહાડ પર ચળવાનો એક નિયમ છે,
જુકીને ચાલવું દોડવું નહી અને,
જિંદગી પણ બસ આટલું જ માંગે છે!

નસીબ જેમના મસ્ત હોય છે,
કસોટી પણ એમની જબરદસ્ત હોય છે.

પોતાની જાતને સમય આપો
સાહેબ, કેમકે તમારી પહેલી
જરૂરિયાત તમે પોતે જ છો.!

કેટલાક ઊંધતા રહે છે સપના ઓ જોવા
માટે કેટલાક જાગે છે સપના
ઓને હકીકત બનાવવા માટે

દરેક માણસમાં ખૂબી અને ખામી હોય છે;
જે વિશ્વાસ રાખે તેને ખૂબી દેખાય
અને જે શંકા રાખે તેને ખામી દેખાય.

⚜️ લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને
આપણા હાથમાં હોય પણ સમય
તો પ્રભુ ના હાથમાં જ છે ⚜️

🌿 હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો ! 🌿

જો અતુટ વિશ્વાસ હશે ને તો મૌન
પણ સમજાઈ જશે, પણ જો વિશ્વાસ જ
નહિ હોય, તો શબ્દોમાં પણ ગેરસમજ થશે.

જીવનની રેસમાં જે લોકો તમને દોડીને
હરાવી ન શકે, એ લોકો તમને
તોડીને હરાવવાનો પ્રયાશ કરશે

અસત્ય બોલીને જીતવું એના કરતાં
સત્ય બોલીને હારી જવું વધુ સારૂં છે.

મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે
પણ તમને એકલા નથી છોડતી

કડવા અનુભવને ભુલાવવો અઘરો છે,
પણ જીવનમાં સૌથી વધુ કામ
કડવો અનુભવ જ આવે છે.

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસવું નહીં.

ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે..
કેટલો કિંમતી હતો
“સમય, વ્યક્તિ અને સંબંધ”

મંઝિલ પામવી તો દુરની વાત છે વધારે
અભિમાનમાં રહેશો તો રસ્તા પણ ભુલી જશો

સમય જતો રહેશે ફરી પાછો નહીં આવે
એવું માની લેવું, એને ધ્યાનમાં રાખીને
પોતાનો સમય સાચી જગ્યાએ ઉપયોગ કરવો

પ્રેમ આપવો એ ફરજ છે
પ્રેમ પામવ એ કળા છે
તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે
પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે

પ્રેમ એક અનેરો અહેસાસ છે
જીવન નો આધાર છે
બે દિલો વચ્ચે નો વિશ્વાસ છે
હું શા માટે પ્રેમ ના કરું
કે જેમાં પ્રભુ નો વાસ છે

જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

જોવાથી થાય તેને આકર્ષણ કહેવાય
જાણવાથી થાય તેને પ્રેમ કહેવાય

ફકત અનુભૂતિ અલગ અલગ છે
બાકી પ્રેમ અને નફરત તો
એક જ હ્રદય માંથી નીકળે છે

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
બસ કોઈક પારકું પોતાનું લાગે એજ પ્રેમ

કહેતા નહિ પ્રભુ ને,
કે સમસ્યા વિકટ છે…
કહી દો સમસ્યાને,
કે પ્રભુ મારી નિકટ છે…

જીવન આઈસ્ક્રીમ જેવું છે,
પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો…

વાણીથી માણસનું ચારિત્ર્ય,
સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે…

સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે…

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…

બીજા સાથે એવી જ ઉદારતા રાખો,
જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે….

અનુભવ જ્ઞાન નો પિતા છે
અને યાદશક્તિ તેની માતા…

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે…
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે…

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે,
ત્યાં રસ નથી હોતો…અને જ્યાં
રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે.

કોઈપણ સબંધોમાં આપવા કરતા
લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે,
અધોગતિ શરુ થાય…

બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે ,
કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે….

કણ અને ક્ષણ ની જેને કિંમત છે
તેને મણ જેટલું સુખ મળે છે….

પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે,
ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ…

ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!

લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા
હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે

માણસ તો સિમ્પલ છે
ખાલી માણસાઈ
જ “ કોમ્પ્લિકેટેડ ” છે . . ! ! !

બિના કિતાબો કે જો
પઢાઇ શીખી જાતી હૈ .
ઉસે ” જિંદગી ” કહતે

ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી
આપતો . . . પણ . . સહનશક્તિ કરતાં
વધારે દુઃખ પણ આપતો નથી . . ! !

માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના
ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એમાટલું બનીને
આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ
વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ “ ઘડતર ” નું મહત્વ છે . . . !

પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે,
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!

મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
તો,
‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

માત્ર જીતનારો જ સિકંદર નથી…!!
પણ ક્યાં હારવું છે એ જાણનારો પણ સિકંદર જ હોય છે…

વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી
સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને
અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં
હાથ ધોવા અપાય છે.!!!!

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….
વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..
જો એ નહીં આવે તો આપણે
અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..

જે માણસ સાચો હોય છે
તે લોકો ના હૃદય માં રહે છે.

પણ જે માણસ દયાળુ હોય છે
તે ઈશ્વર ના હૃદય માં રહે છે.

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે

પહેલા 1000 વાર દોરી પણ વધતી હતી.
અને હવે 5000 વાર દોરી પણ ઓછી પડે છે !!
ખબર નથી પડતી કે બધા દૂર…………જતા રહ્યા છે કે કાપાકાપી વધી ગઈ છે

જીંદગી ના દીવસો વધારવા છે….?
તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો…

ભાવ ખાવાનો સ્વભાવ
રાખવા કરતા
ભાવ ભરેલો સ્વભાવ
રાખતા શીખો
ખૂબ ખુશ રહેશો.

કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું
એ સફળતા નથી.
પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને
જીતી લેવી એ જ સાચી સફળતા છે…!!!

ટુંકુ ને ટચ
લોકો તમારા સંબંધો
તોડવાની કોશીશ
એકવાર જરૂર કરશે..
પણ..સાહેબ..
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા

મુઠ્ઠીભર હૈયું ને
ખોબાભર પેટ
મુદ્દા તો બે જ
પણ કેટકેટલી વેઠ…

માન વગરની
હાજરી કરતાં,
યાદ આવે એવી
ગેરહાજરી વઘુ સારી.

_વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ
એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…

છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!

થાક હરેક વ્યક્તિને લાગે છે
કોઇકને જીંદગીથી તો
કોઇકને જવાબદારીઓથી
ઝુમતાં નહી આવડે તો ચાલશે ,
પણ….
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી

“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા”…..
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
આંસુ પાડશો તો દયા મળશે..
પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે…

પૈસા કરતા પુણ્યનું બેલેન્સ
વધારે ભેગું કરજો..…. કારણ કે
તમારા પુણ્યના બેલેન્સ જોઈને જ કુદરત
પાછલી પેઢીને સુખ રૂપી લોન આપશે.

બધા ના દિલ જીતવાનો હેતુ રાખજો કારણ કે
દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ ગયો

કોઇનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે
આપણાં બધા જ ગુણ ઓછા પડી શકે છે,
પરંતુ આપણી માત્ર એક ખામીના
કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે
અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું

જિંદગીમાં થોડું જતું કરતા શીખો
જિંદગી હળવી અનુભવશો

અપેક્ષાના અંત બાદ જ
શાંતિની શરૂઆત થાય છે

નાની નાની વાતોને
મોટી ના કરો
એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે

માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે
પણ કેવી રીતે જીવવું એ પણ તો શીખવાડી રહ્યો છે

જેને દુષ્કાળમાં જીવવાની આદત હોય
તેને લાગણીનું ઝાપટું પણ અતિવૃષ્ટિ લાગે

ચાલ જિંદગી આજે નવી શરૂઆત કરીએ,
જે આશા બીજા પાસે હતી,
હવે એ ખુદથી રાખીએ

દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે
ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે

ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો
તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે

ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,
હસતા રહો અને હસાવતા રહો
કેમ કે જિંદગી તમારી છે

જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે

જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે

માણસ ભલે દુ:ખમાં લાગણીની વાતો કરતો હોય,
પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે

હ્રદયમાં સંઘર્ષ અને હોઠો પર સ્મિત,
એ જ તો ખરા જીવનની જીત

અનુભવ થાય તો જ ખબર પડે,
બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે

જે થાય એ સારા માટે જ થાય છે,
બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે

સમય કયારેય ખરાબ હોતો નથી…..
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે ”સમય” ખરાબ લાગે છે.⏱️

છે એક સરખી જ સામ્યતા
પતંગ અને જિંદગીની,
ઉંચાઈ પર હોય
ત્યાં સુધી જ વાહ વાહ થાય છે.
શુભ સવાર

સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ
દુનિયા તો શું ભગવાન ખુદ
એ ફોટો Like કરશે !!

ખૂબ જ સુંદર મેસેજ:
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે લડી શક્તો નથી….
કારણ કે……
એમની સાથે મારે “જીતવુ” નથી
પણ “જીવવુ” છે……

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..

માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે….
જ્યારે લોકો સાચું
સમજવા તૈયાર નથી હોતા.

ના ડરાવીશ ⏱️સમય તુ મને,
તારી કોશિશ સફળ નહીં થાય.
કારણકે….
જિંદગી ના મેદાનમાં ઉભો છું,
કેટલાય ના આશિર્વાદ નો…
કાફલો લઈને..

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી,
ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!

“મારી પાસે એક સફરજન હોય ,
તમારી પાસે એક સફરજન હોય,
અને
આપણે એક બીજાને આપીએ,
તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
પરંતુ જો,
મારી પાસે એક વિચાર હોય,
અને તમારી પાસે પણ એક વિચાર હોય
અને જો આપણે,
તે એક બીજા ને આપીએ , તો
બંને પાસે બે વિચાર રહે છે !
-જયોજઁ બનાઁડઁ શો.

આ દુનિયામાં સુખી થવું હોય
તો આટલું કરવું…પ્રેમ અને પૈસાનું
કદી પ્રદર્શન ના કરવું.

સપના ભલે સુકા હોય,
પાણી તો રોજ તાજું છાંટવાનું…

ઊંઘ આવે તો સુઈ જાઓ,
પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ…

જો મહેનત કાર્ય પછી
પણ સપના પુરા નાં થાય
તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ…
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ…

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…

વિચાર અને માન્યતાઓથી જયારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…

કોઈને ખરાબ ચીતરવા નહિ,
એમાં કલર તો આપનો વપરાય છે….

ક્ષમા યશ છે…ક્ષમા ધર્મ છે,
ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે…

વધુ પડતી અપેક્ષા ના રાખો,
કેમ કે એ વધુ દુઃખી કરે છે.

રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી,
કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે…

પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું,
અને નફરત માણસને ખીલવા નથી દેતી…

નસીબ હંમેશા સાહસી
લોકોની જ સહાય કરે છે…

શિખામણ માંથી રસ્તા મળતા હશે
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે…

અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ…

વિચાર કેટલો આવે એ મહત્વનું નથી,
પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે…

આ દુનિયા માં ભગવાન
ને યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે…

અંધારું જ જ્યાં આપણું હોય
ત્યાં…પારકાનું અજવાળું કામ ના આવે…

પ્રસિદ્ધિ એ આપણા
વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે…

જવાબદારી ક્યારેય ઉંમર જોઈને નથી આવતી,
પણ હા જ્યારે પણ આવે,
તમારા ખભા મજબૂત કરી નાખે છે

યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ,
હંમેશા જિંદગીને મધુર બનાવે છે

હવે રાહ છે,
જિંદગીના પુસ્તકનાં છેલ્લા પન્નાઓની,
સાંભળ્યું છે કે અંતમાં બધું ઠીક થઈ જાય છે

જો જીવનમાં કંઈક મેળવવું હોય
તો રીત બદલો ઇરાદો નહીં

લાભ જેમ જેમ વધતો રહેશે
એમ એમ લોભ પણ વધતો રહેશે

સમડીની ઉડવાની ઝડપ જોઈને,
ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી
મન ભરીને જીવો
મનમાં ભરીને નહીં

બધા વિષય સંભાળતી નોટબુકને બધા રફબુક કહે છે,
જવાબદાર વ્યકિતની પણ કંઈક આવી જ હાલત હોય છે

પડી જવાથી પતન નથી થતું
પણ પડ્યા રહેવાથી જરૂર થાય છે

જિંદગી આસાન નથી હોતી,
તેને આસાન બનાવવી પડે છે
થોડી અંદાજથી અને થોડી નજરઅંદાજથી

જોખમ અને ઝખમ,
આ બંનેનો સરવાળો એટલે જિંદગી

સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,
તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી…

ભગવાને કોઈ નું નશીબ
ખરાબ લખ્યું જ નથી
સાહેબ…..
એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે !!

હે માનવ !
તું…
શિયાળે ઠરી જાય,
ઉનાળે બળી જાય,
વરસાદે પલળી જાય,
તારા કરતાં તો જાનવર સારા
ૠતુ – ૠતુએ આનંદે ચરી ખાય….

તારે…
A.C. માં છે ચોંટવુ,
વાણી વિલાસમાં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,
તોયે….
ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.

ફૂલ જોઈને ચુંટી લે,
ફળ જોઈને તોડી લે,
વનમહોત્સવ
અને
વૃક્ષારોપણના
નામે તુ ગજવા ભરી લે….
કોકે વાવ્યા તે માણ્યા,
તારા બચ્ચા શું ભાળશે ?
એવો કદી વિચાર કરી લે….

જન્મ થી મરણ સુધી
તને સહારો
આ વૃક્ષો નો,
જીવન જીવતાં સુધી
પ્રત્યેક પળે ઉપકાર
આ વનૌષધિ નો,
વિકાસ ના નામે નાશ કર્યો વનરાજી નો,

ઓઝોન સ્તરમાં પડયુ ગાબડું
અને કર્યો કકળાટ
ગ્લોબલ ર્વોમિંગનો,
તારી વૃત્તિ અને વિચાર
હંમેશા છે સ્વાર્થ નો….

ભાઇ, બસ કર….
બહુ થયુ હવે….

આંબો નહી તો,
લીમડો – પીપળો વાવ,
કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ….

નહિ તો….
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે બળી જઇશ,
અને
ચોમાસે તરસે મરીશ….
“પ્રકૃતિ” એક વરદાન….

કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,
થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,
પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે,
જે મોત ની સાથે પણ નથી મરતો,

વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..

????. કોઈ સારી વ્યક્તિથી????
કાંઈ ભૂલ થાય,
તો સહન કરી લેજો,
કારણકે મોતી જો,
કચરામાં પડી જાય,
તો પણ એ કિંમતી જ રહે છે..!!!

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.

વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!!

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.

આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને #ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે,
તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો !!

પહાડ પર ચળવાનો એક નિયમ છે,
જુકીને ચાલવું દોડવું નહી અને,
જિંદગી પણ બસ આટલું જ માંગે છે !!

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા,
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે….
કોઇનો પસાર થતો નથી…
તો, કોઇ પાસે હોતો નથી…

જેટલા વિરોધી વધારે અેટલી સફળતા મોટી અેટલા માટે જ ચાણક્ય અે કદાચ કીધુ છે કે…
વિરોધી હંમેશા મજબુત રાખવા…

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે
સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે,
સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.

તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’

ગૃહસ્થ એક તપોવન છે,
જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે…

સફળતા માટે આ
૩ સાથે રાખો (1) મગજમાં બરફ
(2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ.

જીવનનો અર્થ છે “સમય” ,
જેઓ જીવનથી પ્રેમ કરતા હોય,
તેઓ આળસમાં સમય ન વિતાવે…

જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે,
એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી…

વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે,
પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.
આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,
જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી…

Leave a Comment